23 January Din Mahima

 આઝાદ હિન્દ ફોજના સર્જક  તથા ભારતના મહાન ક્રાંતિકારી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ

તા.૨૩/૧/૧૮૯૭નાદિવસે તેઓનો જન્મ  કટકમાં થયો હતો. પિતાનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતીદેવી હતું. 

  ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૧ સુધી ૨૦ વર્ષમાં ૧૧ વખત જેલવાસમાં ગયા. તેમણે 'આઝાદ હિંદ ફોજ'ની સ્થાપના કરી બ્રિટીશ સરકારને હચમચાવી મૂકી હતી. તેઓ ' જય હિંદ' શબ્દના પ્રણેતા અને મહાન દેશભક્ત હતા. 

" તુમ મૂઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા" એ તેમનો પડકાર હતો. તેમની આઝાદી હિંદ ફોજમાં લગભગ ૩૦,૦૦૦થી વધુ ભારતીય સ્વયંસેવકો જોડાયા હતા. 

                           ભારતના કમનસીબે આ મહાન ક્રાંતિકારી નેતા ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે જાપાનના તાઈહોકુ ખાતે વિમાન તૂટી પડતાં તેમનું અવસાન થયું.