12 જાન્યુઆરી દિન વિશેષ

સ્વામી વિવેકાનંદ અને યુવા દિન 

શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ 12/1/1863 ના રોજ થયો હતો. 

સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ-વિદેશમાં વિખ્યાત થયા.

સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.
 
સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।"  આ લક્ષ્યની પૂર્તિ માટે સ્વામીજી એ "રામકૃષ્ણ મિશન" ની સ્થાપના કરી.

સ્વામી વિવેકાનંદના જીવનસૂત્રો :-

એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.  વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી. તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’

  • જો ધનથી બીજાનું ભલું થતું હોય તો તેનું કંઈક મૂલ્ય છે, નહીતર તે એક ધાતુનો ઢગલો છે. તેનાથી જેટલો ઝડપી છુટકારો મળી જાય એટલું સારું છે.
  • એ વ્યક્તિએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે જે કોઈપણ સંસારિક વસ્તુઓ જોઇને વ્યાકુળ નથી થતો.
  • આપણે જેટલા વધુ બહાર જઈશું અને બીજાનું ભળી કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થતું જશે અને પરમાત્મા તેમાં નિવાસ કરશે.
  • કોઈ એક વિચાર લો અને તેને જ પોતાનું જીવન બનાવી લો. તેના વિશે જ વિચારો, તેના જ સપના જુઓ. તેને મગજમાં, માંસપેશીઓમાં, નસોમાં અને શરીરના દરેક ભાગમાં સમાવી લો. ભીજા બધા વિચારોને પડતા મૂકો, આ જ સફળ થવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
  • જેમ વિભિન્ન જલાસ્ત્રોતના પ્રવાહો પોતાનું જળ સમુદ્રમાં ભેળવી દે છે, અ જ રીતે મનુષ્યએ પસંદ કરેલો દરેક માર્ગ ભગવાન સુધી જાય છે.
  • બ્રહ્નાંડની બધી શક્તિઓ પહેલાંથી જ આપણી છે. પરંતુ આપણે પોતાની આંખો ઉપર હાથ રાખી લઈએ છીએ  અને પછી રોતા રહીએ છીએ ક કેટલું અધારું છે.
  • જ્યાં સુધી તમે પોતાના ઉપર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી તમે ભગવાન ઉપર વિશ્વાસ નથી કરી શકતા।
  • જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, ત્યારે તમે માની લો કે તમે ખોટાં માર્ગ ઉપર ચાલી રહ્યા છો.
  • જે અગ્નિ આપણને ગરમાવો આપે છે, તે આપણને નષ્ટ પણ કરી શકે છે. તેમાં અગ્નિનો કોઈ જ દોષ નથી.
  • તમે જેવું વિચારો છો તેવા જ તમે બની જાઓ છો, જો તમે પોતાને નબળા માનશો તો તમે નબળા રહી જશો, પરંતુ જો તમે પોતાને શક્તિશાળી છો આવું વિચારશો તો તમે શક્તિશાળી બની જશો.
  • શક્તિ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે. વિસ્તાર જીવન છે. સંકુચિતતા મૃત્યુ છે. પ્રેમ જીવન છે, દ્વેષ મૃત્યુ છે.

સ્વામીજીના દર્શન તેમ જ સ્વામીજીના જીવન તથા કાર્ય પશ્ચાત નિહિત એમનો આદર્શ—એ જ ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત હોય શકે છે. માટે ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે.