13 January Din Mahima

કવિશ્રી ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ) ની પુણ્યતિથી


ગુજરાતી સાહિત્યના આકાશમાં તેજસ્વી ધ્રુવ તારક સમાન કવિશ્રી ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ’ નો જન્મ તા. 22-માર્ચ-1908 ના રોજ થયો હતો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ નામથી જાણીતા હતા.

સાહિત્ય ક્ષેત્રે સુન્દરમ-ઉમાશંકર બંન્ને‘જોડિયાભાઇ’ તરીકે ઓળખાયા.તેમના કાવ્યસં- ગ્રહો ‘કોયાભગતની વાણી’,’કાવ્યમંગલા’,’વસુધા’ વગેરે પ્રગટ થયા છે. ઉપરાંત  ટૂંકીવાર્તાઓ, પ્રવાસવર્ણનો,વિવેચનો, નિબંધો અને અનુવાદો પણ  તેમણે આપ્યા છે. સુન્દરમ લેખક પરિષદો અને વિદ્યાસંસ્થાઓમાં વ્યાખ્યાનો વગેરે માટે  હાજરી આપતા. ઇ.સ.1969 માં  ડિસેમ્બરમાં જૂનાગઢ  ખાતે ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના 25 માં અધિવેશનના  અધ્યક્ષપદે તેઓ  વરાયેલા. તેમને સાહિત્યની અનેકવિધ સેવાની કદરરૂપે ‘રણજીતરામ  સુવર્ણચંદ્રક’,  ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘પદ્મભૂષણ’ તેમજ સરકાર તરફથી રૂપિયા એક લાખનો ‘શ્રી નરસિંહ મહેતા એવોર્ડ’ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.જીવનભર સાધનારત સુન્દરમનું 13/1/1991ના રોજઉર્ધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું. છ દાયકા સુધી સર્જન-વિવેચન દ્વારા સાહિત્યસેવા કરનાર ‘સુન્દરમ’ સદૈવ ‘સુન્દરમ બની રહેશે.