21 February Din Mahima

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. … “વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
મને ગર્વ છે કે
“ગુજરાતી” મારી
માતૃભાષા છે.
આ મારી ભાષા
મારા હ્રદયની ભાષા
મારા પ્રણયની ભાષા
મારી રીસની ભાષા
મારી પ્રિતની ભાષા
આ મારી ભાષા
મારા ક્રોધની ભાષા
મારા રોષની ભાષા
મારી રમતની ભાષા
મારી ગણિતની ભાષા
આ મારી ભાષા
મારા ઘરની ભાષા
મારા ઉછેરની ભાષા
મારા ગુજરાતની ભાષા
મારી ગુજરાતી ભાષા
આ મારી ભાષા
મારી માંની ભાષા
મારી માતૃભાષા...