વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી
બીજી ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય જલપ્લાવિત વિસ્તાર દિવસ એટલે કે (વર્લ્ડવેટલેન્ડ ડે) ઉજવાય છે. આ ઉત્સવની શરૂઆત સૌથી પહેલા બીજી ફેબ્રુઆરી ૧૯૭૧માં થઇ હતી ત્યારથી લઇને હજુ સુધી દુનિયામાં ૧૪૦૦ જેટલા જળપ્લાવિત વિસ્તાર ઓળખવામાં આવ્યા છે. જલપ્લાવિત વિસ્તારોનું પર્યાવરણની રીતે આગવું મહત્વ હોય છે. આ વિસ્તારો વિવિધ જલન વનસ્પતિઓ, જળ અને કાદવવાળા વિસ્તારોમાં વસતા જીવો માછલીઓ જળકાંઠા વિસ્તારમાં વસતા સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટે નિવાસ અને આહાર વિહાર માટે આધારરૂપ બને છે. આ ઉપરાંત આ વિસ્તારો ત્સુનામી જેવી આપત્તિઓમાં કાંઠા વિસ્તારોનું રક્ષણ કરે છે. આ વિસ્તારો નાવિકો, માછીમારો, ખેડૂતો અને નજીકમાં વસતા માલધારીઓ તથા સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પુરી પાડે છે. આ વિસ્તારો ભેજ પાણીના સંગ્રહ અને રીચાર્જનું પણ અત્યંત મહત્વનું કામ કરે છે. આ વિસ્તારો મહત્વના કાર્બનસિન્ક સિન્ક વિસ્તારો પણ છે. આખા વિશ્વમાં દર વર્ષે તારીખ બીજી ફેબ્રુઆરી વિશ્વ જલ પ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૧૫માં બીજી ફેબ્રુઆરીએ ઉજવતાં વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી માટે ગુજરાતની પ્રસિદ્ધ રામસર સાઇટ અને પક્ષી અભ્યારણ્ય નળ સરોવરને પસંદ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તારો)માં અગ્ર કક્ષાનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ કુલ જલ પ્લાવિત વિસ્તાર ૭૫૮૧૯ ચો. કિમીનો છે તે પૈકી ગુજરાત રાજ્યમાં ૩૪૭૫૦ જેટલો ચો. કિમી જેટલો વિસ્તાર ધરાવે છે જે કુલ જલ પ્લાવિત વિસ્તારોના ૪૫ ટકા જેટલો થાય છે. આખા રાજ્યમાં ૮૩૧ જલપ્લાવિત વિસ્તારો છે તે પૈકી ૪૩૮ સમુદ્રતટીય અને ૩૯૩ અંતઃસ્થલીય જલપ્લાવિત વિસ્તારો છે. જલપ્લાવિત વિસ્તાર એટલે કળણ, નીચાણનો બેજવાળો ભૂમિભાગ અથવા પાણી કે જે કુદરતી અથવા કળત્રીમ રીતે, કાયમી કે હંગામી રીતે સ્થિર કે વહેતુ, ખારાશવાળું કે મીઠું અને દરિયાઈ પાણી કે જ્યાં ઓટ વખતે છ મીટર ઉંડાઈ હોય તેવા વિસ્તાર.
